ગઇકાલે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમના ધર્મપત્નીનું સેમ્પલ લઇ ચકાસણી અર્થે મોકલતા આજે તેમનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જિલ્લામાં હવે કોરોનાએ ફરી માથું ઉંચકતા આરોગ્ય તંત્રની ચિંતામાં વધારો થયો છે. ત્યારે હવે ત્રીજી લહેરથી બચવા માટે લોકોએ પણ જાગૃત થવું જરૂરી છે.