અમરેલી શહેરમાં રહેતા મૂળ રાજુલાના ચાંચ ગામની એક પરિણીતાએ જાહેર કર્યા મુજબ, તેમને રવિવારી બજારમાં જવું હતું. જેથી તેના પતિએ આજે નથી જવું તેમ કહેતા મનમાં લાગી આવ્યું હતું અને મોબાઇલ હાથમાંથી પછાડતાં ડિસ્પ્લે તૂટી ગઈ હતી અને રૂમમાં જઈ કપડા સુકવવાની દોરી છતના પંખા સાથે બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.
અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ આર. એન. માલકીયા વધુ તપાસ કરી રહ્યા છે.