અમરેલી સિટીમાં એક વેપારીએ બીજા વેપારી પર હુમલો કર્યો હતો તેમજ ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે હમીદભાઈ અયુબભાઈ ટાંક (ઉ.વ.૩૧)એ મોહિન ઉર્ફે રાજ મકરાણી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ પોતાના જીમ તથા કપડાની પોસ્ટ ઈન્સ્ટાગ્રામ તથા ફેસબુકમાં મુકતા હતા. આરોપીને પણ કપડાની દુકાન હતી. જેથી તેને સારું નહીં લાગતા બેઝબોલના ધોકા વડે માર માર્યો હતો તેમજ પગના ગોઠણમાં ફ્રેક્ચર કરીને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.વી. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.