અમરેલી સિટીમાંથી પોલીસે હદપારીનો ભંગ કરીને પ્રવેશેલા ઇસમને ઝડપી પાડ્‌યો હતો. અમરેલીમાં રહેતા ધર્મેશભાઈ ઉર્ફે ભુરો જેન્તીભાઈ બુધેલીયા (ઉ.વ.૩૮)ને ૧૯-૦૪-૨૦૨૫ સુધી અમરેલી જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો હતો. તેમ છતાં આ હુકમનો ભંગ કરી અમરેલી જિલ્લામાં પ્રવેશ કર્યો હતો અને ઝડપાયો હતો.