અમરેલી સાવરકુંડલા રોડ પર એક ફોર વ્હીલ ખાળીયામાં ઉતરી ગઈ હતી. નવા માર્કેટ યાર્ડ પાસે આ ઘટના બની હતી. મેહુલભાઈ સુરેશભાઈ વાઘેલા (ઉ.વ.૨૫)એ વિશાલભાઈ કનુભાઈ વાઘેલા સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપીએ તેની ફોર વ્હીલ પૂરઝડપે ચલાવી સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે કાર ખાળિયામાં ઉતરી ગઈ હતી અને તેમને તથા મૃતકને માથાના ભાગે ઈજા પહોંચી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ એન જાદવ વધુ તપાસ કરી રહ્યા છે.