અમરેલીથી સારીંગપુર રૂટની એસટી બસમા ફેરફાર કરવા એબીવીપીના શહેર અધ્યક્ષ દ્વારા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી છે. એબીવીપીના શહેર અધ્યક્ષ પ્રા.જે.એમ.તળાવીયા દ્વારા ડેપો મેનેજરને કરાયેલી રજૂઆતમા જણાવાયું હતું કે અમરેલીમા શાળા કોલેજમા અભ્યાસ માટે આવતા વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે હેતુથી અમરેલીથી સારીંગપુરની બસ બપોરે ૧ વાગ્યે ઉપડે છે જે અમરેલીથી મોટા આંકડીયા, કાઠમા, લુણીધાર, માયાપાદર, દેવગામ, બાંભણીયા, સારીંગપુર ચાલે છે. જેથી અંતરીયાળ ગામડાઓના છાત્રોને દરરોજ પગપાળા જવુ પડતુ હોવાથી વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. વિદ્યાર્થીઓના હિતમાં જો આ રૂટને ફેરવીને અમરેલી,
મોટા આંકડીયા, કાઠમા, લુણીધાર, ઇશ્વરીયા, લાખાપાદર, બાંભણીયા, સારીંગપુર, દેવગામ, માયાપાદર, લુણીધાર, કાઠમા, મોટા આંકડીયા, અમરેલી કરવામા આવે તો છાત્રોને સુવિધા મળી શકે તેમ છે. તેમણે આ પ્રશ્ને વિભાગીય નિયામકને જાણ કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી માંગ કરી છે.