અમરેલી ડી.ટી.સી. ખાતે હોમગાર્ડ જવાનો માટે સાયબર ક્રાઈમ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાયબર ક્રાઈમ અવેરનેસ સંબંધિત પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું, અને લોકો સાથે થતા વિવિધ સાયબર ફ્રોડ અંગે વિગતવાર સમજાવવામાં આવ્યું હતું. નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમરેલીના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી. ચુડાસમા અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એમ. કડછાની ટીમ દ્વારા આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અમરેલીના અનાર્મ્ડ હેડ કોન્સ્ટેબલ નૈતિકભાઈ બાબરીયા તથા પોલીસ કોન્સ્ટેબલ સમીરભાઈ ખાન દ્વારા હોમગાર્ડ જવાનોને સાયબર સંબંધિત માહિતી પૂરી પાડવામાં આવી હતી.










































