હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ગાંધીનગર, અરવલ્લીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં ૧૦ જીલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સોમવાર સાંજથી ગાજવીજ સાથે કરા વરસવાની આગાહી કરી છે. કચ્છ અને બનાસકાંઠા સહિત ઘણા જિલ્લાઓમાં પરિસ્થિતિ વધુ વણસી શકે છે. સાબરકાંઠા જિલ્લામાં ગઈકાલે મોડી સાંજથી વાવાઝોડા સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. રાજયમાં હજુ ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.