અમરેલી સહિત રાજ્યભરમાં આગામી ૧ ઓગષ્ટથી ખાસ મતદાર સુધારણા કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવનાર છે. જેમાં મતદારો મતદાર યાદીમાં સુધારા-વધારા અને નામ કમી કરાવી શકશે. તા. ૧-ઓક્ટો.-ર૦રરની લાયકાતની તારીખે ૧૮ વર્ષ પૂર્ણ કરી રહ્યા હોય તેવા યુવાનો મતદાર તરીકે નોંધણી કરાવી આગામી વિધાનસભા ચૂંટણીમાં  પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂર્વે મતદાર નોંધણી અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓને તાલીમ અને ઓરિએન્ટેશન તથા બુથ લેવલ અધિકારીઓની નિમણૂક કરાશે.