ભાવનગર રેન્જ હેઠળના ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લામાં બે દિવસ જિલ્લામાં કોમ્બીંગ નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્બીંગ નાઈટની કામગીરીમાં આઈજીપી અમરેલી જિલ્લાના પોલીસ અધિક્ષક, ભાવનગર જિલ્લાના પોલીસ અધિક્ષક પણ સહરહુ કોમ્બીંગ નાઈટની કામગીરીમાં જાડાયા હતા. તદ્‌ઉપરાંત ભાવનગર રેન્જના તમામ ૭ ડિવિઝનના એએસપીઓ તથા ડીયાએસપીઓએ પણ સક્રિય કામગીરી કરેલ હતી. આઈજીપીની સૂચના અન્વયે ડિવિઝનના અધિકારીઓને (ડીવાયએસપી) ઈન્ટર (ક્રોસ) ડિવિજન કામગીરી સોંપવામાં આવેલ હતી. કોમ્બીંગ નાઈટ કામગીરીમાં ત્રણેય જિલ્લાના એલસીબી, એસઓજી, ટ્રાફિક, પેરોલ ર્ફ્લો, વિવિધ પોલીસ સ્ટેશન થાણા અમલદારો સહિત કુલ ૪૦ પોલીસ ઈન્સ્પેક્ટર્સ, પપ પોલીસ સબ ઈન્સ્પેક્ટર્સ તથા ૮૦૦ પોલીસ કર્મચારી જાડાયા હતા. આ કોમ્બીંગ નાઈટની કામગીરીમાં ત્રણેય જિલ્લાઓ ખાતે કુલ ૮૪ નાકાબંધી પોઈન્ટ ઉભા કરી ૩પ૦૦ વાહનોને ચેક કરવાની સઘન કામગીરી હાથ ધરવામાં આવતાં કેફી પીણું પીધેલી હાલતમાં વાહન ચલાવવા અન્વયે કુલ પ૭ ગુનાઓ નોંધવામાં આવ્યા હતા તથા મોટર વ્હીકલ એકટની કલમ ર૦૭ અન્વયે કુલ ૧૪ વાહનો ડિટેઈન કરવામાં આવેલ હતા. ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો ઉપર કુલ રૂ.૯૦,ર૦૦નો દંડ ફટકારવામાં આવેલ હતો. કોમ્બીંગ નાઈટની કામગીરી સબબ ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લાના શરીર સંબંધી તથા મિલકત સંબંધી આરોપીઓની હિલચાલ ઉપર ચાંપતી નજર રાખવાના હેતુથી કુલ ર૭પ હિસ્ટ્રીશીટર્સ તથા ૬ર૭ મિલકત સંબંધિત આરોપીઓને ચેક કરવામાં આવેલ હતા. જે અંતર્ગત ધારી પોલીસ સ્ટેશનના પોક્સોના નાસતા ફરતા આરોપી કાળુ હિંમતભાઈ રાણાવાળીયા તથા બગસરા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના નાસતા ફરતા આરોપી રવી બદરુભાઈ વાળાનાઓને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલ હતા. કોમ્બીંગ નાઈટ દરમિયાન ભાવનગર, અમરેલી તથા બોટાદ જિલ્લાના વિવિધ બુટલેગર્સ ઉપર પોલીસ દ્વારા સફળ રેઈડ કરી પ્રોહિબિશનના કુલ ૩૧ ગુનાઓ નોંધવામાં આવેલ છે. કુલ ૧૧૧ ઈસમોને પોલીસ દ્વારા વોરંટની બજવણી અંગેની અસરકારક કામગરી કરેલ હતી. કોમ્બીંગ નાઈટની કામગીરી દરમિયાન વિવિધ નાકા પોઈન્ટ પરના પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની સતર્ક કામગીરીને ધ્યાનમાં રાખીને આઈજીપી દ્વારા ૦૪ અધિકારીઓને પ્રશંસાપત્ર તથા ર૬ પોલીસ કર્મચારીઓને કુલ રૂ.૧૩,૦૦૦ના રોકડ ઈનામથી પુરસ્કૃત કરેલ છે.