અમરેલી જિલ્લા સહકારી સંઘના અધ્યક્ષ મનીષ સંઘાણીના માર્ગદર્શન હેઠળ ગતરોજ જિલ્લા સહકારી સંઘની ઓફિસ ખાતે અમરીશભાઈ ગંગાજળીયા અને રાજેન્દ્રભાઈ મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં દેશના પ્રધાનમંત્રી મોદીજીના મન કી બાત કાર્યક્રમનો ૧૦૮ મો એપિસોડ લાઈવ શ્રવણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે સહકારી આગેવાનો, યુવાનો તેમજ ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.