અમરેલી જિલ્લા તંત્રી સંઘના હોદ્દેદારોની સર્કિટ હાઉસ ખાતે મળેલી મિટિંગમાં નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં કન્વીનર પદે ભરતભાઇ ચૌહાણની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. કન્વીનર ભરતભાઇ ચૌહાણે જિલ્લા તંત્રી સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી સહિતના હોદ્દેદારોની વરણી જાહેર કરી હતી. જેમાં પ્રમુખ પદે હિંમતલાલ સરખેદી સતત બીજી ટર્મ માટે બિનહરીફ જાહેર થયા છે. જ્યારે ઉપપ્રમુખ પદે સુરેશભાઇ દેસાઇ, વિજયભાઇ ચૌહાણ, મંત્રી પદે રવિભાઇ પટ્ટણી, સહમંત્રી તરીકે નિલેશભાઇ જાની, ખજાનચી પદે ધર્મેશભાઇ ત્રિવેદી, સહખજાનચી તરીકે અતુલભાઇ કારીયા, સંગઠનમંત્રી તરીકે રાજેશભાઇ કામદાર, સલાહકાર સમિતિમાં ઉમંગભાઇ છાંટબાર, જયેશભાઇ શાહ, રાજનભાઇ જાની, અતુલભાઇ ચૌહાણ, હાર્દિકભાઇ દવે, રાજેશભાઇ હિંગુ, વિરલભાઇ કામદાર, અતુલપુરી ગોસાઇ, હિતેશભાઇ સેજુ, નિલાબેન બુટાણી, ગીતાબેન ત્રિવેદી, જયશ્રીબેન કામદાર, કુ. માનસી ત્રિવેદી તથા કુ. સોનલબેન કામદારની વરણી કરાઇ હતી. મિટિંગમાં ઉપસ્થિત સભ્યોને ભરતભાઇ ચૌહાણ તરફથી શુભેચ્છા ભેટ આપવામાં આવી હતી.