આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અમરેલી જિલ્લા સરકારી પુસ્તકાલય દ્વારા કવિ કલાપીને સ્મરણાંજલિ અર્થે પુસ્તક પ્રદર્શન યોજાયું હતું. જેમાં સ્વાતંત્ર્ય સંગ્રામને લગતા પુસ્તકો જાહેર જનતા માટે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
આ પુસ્તક પ્રદર્શન પ્રસંગે જિલ્લા આયોજન અધિકારી લલીતભાઇ અમીન, જિલ્લા તિજારી ઓડિટર જયેશભાઇ ખાચર, જિલ્લા પંચાયત અધિકારી ચૌહાણ, જિલ્લા ગ્રંથપાલ એમ.કે. રાઠવા સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પુસ્તક પ્રદર્શન કાર્યક્રમને બહોળો પ્રતિસાદ સાંપડ્યો હતો.