અમરેલી નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારો છેલ્લાં ઘણા દિવસોથી પોતાની પડતર માંગણીઓ સંદર્ભે રજૂઆત કરી રહ્યાં છે.સફાઈ કામદારોના પડતર પ્રશ્ને કોઈ નેતાઓ આગળ ન આવતા સફાઈ કામદારોમાં ભારે રોષ ફેલાયો છે અને પાલિકાને ર૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યુ હતુ. અમરેલી નગરપાલિકામાં સફાઈ કામદારો છેલ્લાં ઘણા સમયથી પડતર પ્રશ્ને પાલિકા કચેરીમાં ધરણા કરી ઉગ્ર રજૂઆત કરી રહ્યાં છે. જેને અનુસંધાને સફાઈ કામદારોએ આજે નગરપાલિકાને બાનમાં લીધી હતી. મહિલાઓએ પડતર પ્રશ્ને હવે રણચંડી બની પાલિકાને તાળાબંધી કરતા આગેવાનો અને અધિકારીઓમાં પણ સોંપો પડી ગયો હતો. તાળાબંધી કર્યા બાદ જા હજુ પણ યોગ્ય નિર્ણય નહી આવે તો રસ્તા રોકો આંદોલનની પણ ચીમકી આપવામાં આવી છે. સફાઈ કામદારોનો રોષ જાતા આગામી સમયમાં આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવા એંધાણ દેખાઈ રહ્યાં છે.