શિક્ષણ અને સંસ્કાર માટે અગ્રેસર એવા શ્રીજી વિદ્યાર્થી ભુવન અમરેલી ખાતે તા. ર૧/૦૯/ર૦ર૪ ના રોજ શિક્ષણનાં ભાગરૂપે ધોરણ ૯ થી ૧ર નાં વિદ્યાર્થીઓનું કિવઝનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૧૦ ટીમે ભાગ લીધેલ. જેમાં વિદ્યાર્થીઓને ત્રણ રાઉન્ડમાં પ્રશ્ન પૂછવામાં આવેલ. જેમાં વિજેતા થયેલ ટીમને પ્રથમ, દ્વિતિય તેમજ તૃતિય નંબર આપવામાં આવ્યા હતા.