અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહા સંઘ અમરેલીના માધ્યમિક સંવર્ગના નવા અધ્યક્ષ તરીકે ભરતભાઈ મકવાણાની વરણી થઈ છે. આ નિમણૂકને લઈને શૈક્ષણિક જગતમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે.
આજે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના સિનિયર સદસ્ય અને ગુજરાત શાળા સંચાલક મહામંડળના પ્રતિષ્ઠિત નેતા ડા. પ્રિયવદનભાઈ કોરાટે મકવાણાને શુભેચ્છાઓ પાઠવી હતી.