અમરેલી શાંતાબા ગજેરા મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલમાં સીટી સ્કેન મશીનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આવતી કાલ તા. ૮ના રોજ સવારે ૧૦ઃ૩૦ કલાકે સીટી સ્કેન મશીનના લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં વર્ષોથી સીટી સ્કેન મશીન ન હોવાથી ગરીબ દર્દીઓને ખાનગી લેબમાં સીટી સ્કેન કરાવવા જવું પડતું હતુંં અને મસમોટી રકમ ચૂકવવી પડતી હતી. ત્યારે હવે શાંતાબા હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન ઉપલબ્ધ થતા ગરીબ દર્દીઓને રાહત થશે.