છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ જિલ્લામાં વધી રહ્યું હોય ત્યારે હાંજા ગગડાવતી ઠંડી વચ્ચે આજે વહેલા પરોઢીયે અમરેલી શહેર, સાવરકુંડલા, વડિયા, ધારી સહિત જિલ્લાનાં મોટાભાગના ગામોમાં ગાઢ ધુમ્મસની ચાદર છવાતા લોકોએ હિલ સ્ટેશન જેવા માહોલનો અહેસાસ કર્યો હતો. ગાઢ ધુમ્મસના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને કેટલાક કલાકો માટે અવર જવર પણ ઘટી હતી. બીજી તરફ વહેલા પરોઢીયે છવાયેલા ગાઢ ધુમ્મસના કારણે મો‹નગ વોક પર નિકળનારાઓમાં ઘટાડો જાવા મળ્યો હતો.