અમરેલી શહેર યુવા ભાજપ દ્વારા શહેરના રાજકમલ ચોક ખાતે આવેલ અમર જવાન જ્યોત પર સીડીએસ જનરલ બિપીન રાવત તેમના પત્ની અને તેમની સાથે મૃત્યુ પામનાર ૧૧ જાંબાઝ સૈનિકોના દિવંગત આત્માને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિકભાઈ વેકરીયા, ભારતીય જનતા યુવા મોરચાના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ મનીષભાઈ સંઘાણી, શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા, રાજેશભાઈ માંગરોળીયા, મૌલિકભાઈ ઉપાધ્યાય, વિરલભાઈ પરીખ, તુષારભાઈ જોષી, દિપકભાઈ વઘાસીયા, રજાકભાઈ કચરા, ચંદુભાઈ રામાણી, સુરેશભાઈ શેખવા, બ્રિજેશભાઈ કુરૂન્દલે, ચિરાગભાઈ ચાવડા, વસંતભાઈ મોવલીયા, રોહિતભાઈ જીવાણી, કિશનભાઈ શીલુ સહિત અમરેલી પાલિકાના સદસ્યો, શિક્ષણ સમિતિના સભ્યો, યુવા મોરચાના કાર્યકર્તાઓ, વિવિધ મોરચાના પ્રમુખો, મહામંત્રીઓ, હોદેદ્દારો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર યુવા મોરચાના પ્રમુખ અર્જુનભાઈ દવે, મહામંત્રી જતીનભાઈ સાવલિયા અને યુવા મોરચાના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી.