અમરેલી જિલ્લામાંથી બે યુવતી ગુમ થઈ હતી. મોરઝર ગામે રહેતી નસીમબેન રહીમભાઈ ટાંક (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી સલમાબેન ટાંક (ઉ.વ.૨૦) બપોરે એક વાગ્યે ઘરેથી કોઈને કહ્યા વગર જતી રહી હતી. ચલાલા પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. દાફડા વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલી શહેરમાં રહેતા કિશનભાઈ ભુરાભાઈ મકવાણાએ જાહેર કર્યા મુજબ, તેમની પુત્રી કોમલબેન (ઉ.વ.૨૧) સવારે ઘરેથી કચરો નાખવા જવાનું કહીને નીકળ્યા બાદ પોતાની મેળે ક્યાંક જતી રહી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.વી. લંગાળીયા વધુ તપાસ કરી રહ્યા છે.