અમરેલી શહેર ભાજપ દ્વારા ભાજપા સદસ્યતા અભિયાન અંતર્ગત ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, સાંસદ નારણભાઇ કાછડીયા, કૌશિકભાઇ વેકરીયાની ઉપસ્થિતિમાં શહેરમાં ઘરે ઘરે ‘મારો પરિવાર ભાજપ પરિવાર’ના સ્ટીકરો લગાવવામાં આવ્યા હતા. આ તકે મુકેશભાઇ સંઘાણી, મનીષભાઈ સંઘાણી, ભાવનાબેન ગોંડલીયા, રાજેશભાઈ કાબરીયા, ભાવેશભાઇ સોઢા, ચંદુભાઇ રામાણી, સુરેશભાઇ શેખવા, તુષારભાઇ જાષી, રઝાકભાઇ કચરા, મૌલિકભાઈ ઉપાધ્યાય, કાળુભાઇ પાનસુરીયા, અશ્વિનભાઇ વાઢેર સહિતના આગેવાનો જોડાયા હતા.