અમરેલીના પનોતા પુત્ર અને ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડા. જીવરાજ મહેતાની ૧૩૯મી જન્મજયંતી નિમિત્તે અમરેલી શહેર ભાજપ દ્વારા જીવરાજ મહેતા ચોક (રાજકમલ ચોક) ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવાંજલિ આપવામાં આવી હતી.શહેર ભાજપના
નેતૃત્વમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવાડિયા, જિલ્લા ભાજપના મહામંત્રી મયુરભાઈ માંજરીયા, શહેર ભાજપ પ્રમુખ વિજય ચોટલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નગરપાલિકાના હોદ્દેદારો, સભ્યો, મહિલા મોરચા, યુવા મોરચા તથા વિવિધ મોરચાના આગેવાનો અને કાર્યકરોએ પણ હાજરી આપી હતી. ઉપસ્થિત સૌએ ડા. જીવરાજ મહેતાના જીવન અને લોકસેવાના કાર્યોને યાદ કરી તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.









































