અમરેલીમાં શહેર ભાજપના અધ્યક્ષસ્થાને જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શહેર ભાજપની પ્રથમ કારોબારી મિટીંગ મળી હતી. જેમાં દુર્ઘટનામાં શહીદ ભારતના સીડીએસ બિપીન રાવત અને કોરોના મહામારીમાં અવસાન પામેલ શહેર ભાજપના કાર્યકરોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી શોક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા હતા. અમરેલી પાલિકામાં ભાજપનું શાસન આવતા શહેરમાં પાંચ હજારથી વધુ વૃક્ષનું વાવેતર, કવિ રમેશ પારેખ માર્ગ નામાકરણ, ફરિયાદોનું નિરાકણ માટે એપ્લીકેશન લોન્ચીંગ સહિના કરોડો રૂપિયાના શહેરમાં કરવામાં આવેલ વિકાસ કાર્યો બદલ અભિનંદન પ્રસ્તાવો રજૂ કરાયા હતા. આ તકે મનિષ સંઘાણી, ભાવનાબેન ગોંડલીયા, મનિષાબેન રામાણી, રઝાકભાઈ કચરા, રમાબેન મહેતા, સુરેશભાઈ શેખવા, મૌલિક ઉપાધ્યાય, તુષાર જાષી, નરેશભાઈ કોરડીયા, બિપીનભાઈ જાષી સહિત શહેર ભાજપના હોદ્દેદારો, કારોબારી સભ્યો, પાલિકા સદસ્યો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.