લોકસભા ચૂંટણીના બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, ત્રીજા તબક્કાનું મતદાન મંગળવારે (૭ મે)ના રોજ થયું. જેમાં ગુજરાતની તમામ ૨૫ બેઠકો પર મતદાન થયું હતું. જેમાં અમરેલી શહેર ભાજપનાં મહામંત્રી ભરતભાઈ મકવાણાએ સહ પરિવાર મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ભરતભાઈ મકવાણાની પુત્રી બ્રિન્દા મકવાણાએ પ્રથમ વખત મતદાન કર્યું છે.