અમરેલી શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઇના નામે શૂન્ય જાવા મળી રહ્યું છે. લોકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, જ્યારે નગરપાલિકાની ચૂંટણી આવે છે ત્યારે સદસ્યો મત લેવા માટે મોટા મોટા વાયદાઓ કરે છે પરંતુ ત્યારબાદ આ વાયદાઓ ભુલી જાય છે. બીજી તરફ લોકો સફાઇ કર્મચારીઓ સામે પણ સફાઇ અવ્યવસ્થિત કરતા હોવાની ફરિયાદો કરી રહ્યા છે. શહેરમાં જ્યાં જુઓ ત્યાં કચરો અને ગંદકી જાવા મળે છે, જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને ડેન્ગ્યુ જેવા રોગો માથું ઉંચકે છે. તેમ છતાં પાલિકા તંત્રના પેટનું પાણી નથી હલતું. શહેરના માણેકપરા વિસ્તારના લોકોએ જણાવ્યું કે, દરેક શેરીના ખુણે નગરપાલિકાના સદસ્યોના નામવાળા મોટા બોર્ડ લગાવવામાં આવ્યા છે. પણ ખરેખર લોકોને નામ નહીં પણ કામ કરે તે વધુ પસંદ છે. પણ હવે શેરીના ખુણે ફક્ત બોર્ડ જ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પાલિકા દ્વારા લોકોની સમસ્યાઓ સાંભળી સફાઇ કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.