હાલ સમગ્ર રાજ્યમાં ઠંડીનો માહોલ જામ્યો છે ગરિબ પરિવારો સહિત અનેક બેઘર લોકો પોતાનું એકલવાયું જીવન ફૂટપાથ પર ગુજારતા હોય છે અને કાતિલ ઠંડીનો સામનો કરી રહ્યા હોય છે. ત્યારે અમરેલી શહેરમાં રસ્તા-ફૂટપાથ પર રાત્રીના સમયે ઠંડીમાં ઠુંઠવાતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ગરમીની હૂંફ મળી રહે અને ઠંડીથી રક્ષણ મળી તે માટે સમર્પણ યુથ ફાઉન્ડેશન દ્વારા ધાબળા-ગરમ કપડા વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે જે લોકોના ઘરે જૂના કપડા કે ધાબળા બિનઉપયોગી હોય તે જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા પ્રમુખ જીજ્ઞેશભાઈ દાફડા મો.૮૪૮૫૯૧૭૭૧૪, મહામંત્રી જયરાજસિંહ રાઠોડ મો.૯૮૯૮૨૨૬૬૨૪, રાજેશભાઈ રાઠોડ મો.૯૨૬૫૧ ૭૨૨૧૨, ગૌતમભાઈ રાઠોડ મો.૯૭૧૪૩૯૪૯૫૬, યશરાજ ગોહિલ મો.૯૩૨૭૨૦૪૦૧૩, તેજસભાઈ વાઘેલા મો.૮૮૬૬૬ ૦૪૧૦૬ નો સંપર્ક કરી સેવાયજ્ઞમાં સહભાગી થવા સેવાભાવી લોકોને સંસ્થા દ્વારા અનુરોધ કરાયો છે.