અમરેલી શહેરમાં એક શ્રમિકનું સજુ તૂટી પડવાના કારણે કરૂણ મોત થયું હતું. આ બનાવ અંગે રોકડિયાપરામાં રહેતા શ્રમિકના પત્ની વિલાસબેન જેન્તીભાઈ જરવલીયા (ઉ.વ.૪૨)એ જાહેર કર્યા મુજબ, તેમના પતિ જેન્તીભાઈ મજુરી કામે ગયા હતા. તેઓ ત્રીજા માળે સજા ઉપર ઉભા રહીને ટાંકો તોડવાનું કામ કરતા હતા. તે સમયે સજુ તુટી પડતાં તેઓ નીચે પટકાયા હતા. જેમાં માથાના ભાગે ઈજા થવાની તેમનું મોત થયું હતું. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ કે.જે,બેરા વધુ તપાસ કરી રહ્યા છે.