અમરેલીમાં રહેતી એક વિદ્યાર્થિની પર યુવકે દુષ્કર્મ આચર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે સગીરાએ મૂળ ઢસા પાસે આવેલા પાટણા ગામના અને હાલ અમરેલીમાં રહેતા કમલેશભાઈ ઉર્ફે કમલેશ બારોટ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીએ તેના ત્રણ વર્ષના પુત્રને તેમની પુત્રી સાથે રમવા મોકલ્યો હતો. જે બાદ તેના પુત્રને ઘરે મૂકી જવાનું કહી તેમની પુત્રીને બોલાવી હતી. આ સમયે આરોપીએ તેના મોઢા પર રૂમાલ બાંધી ઢસડીને અંદરના રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેની સાથે દુષ્કર્મ આચરી, કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ કે.બી. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.