રાજકોટની દુર્ઘટના બાદ રાજ્યમાં ફાયર સેફ્‌ટીને લઈ તંત્ર હરકતમાં આવ્યું છે ને સમગ્ર રાજ્યમાં કોમ્પ્લેક્સ અને બહુમાળી ઇમારતોને સીલ કરવામાં આવી રહ્યું છે ત્યારે અમરેલીમાં વધુ બે શોપિંગ સેન્ટરને તંત્ર દ્વારા સીલ કરવામાં આવ્યા છે. હરિ રોડ પર આવેલ બુરહાની શોપિંગ સેન્ટર તથા નાના બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ આકાશ કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્‌ટીના અભાવે તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યું છે.