અમરેલી શહેરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. યુવતીનો હાથ ખેંચી કપડા ફાડી ઢીકાપાટુ માર્યા હતા. આ અંગે બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવી હતી. કૈશરબેન અજીતભાઇ કુરેશી (ઉં.વ.૩૦)એ સોહિલભાઇ નજીરભાઇ પરમાર, ગુલ્લામહુસેન ઉર્ફે ગુલ્લો નજીરભાઇ પરમાર, ઘુઘો પરમાર તથા રમીઝ પરમાર સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ આરોપીઓએ તેમને ગાળો આપી હતી. તથા ફરી.નો હાથ પકડી ખેંચી, ફરી.ના કપડા ફાડી નાખી ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઉપરાંત તેમના માતાના ઘર પાસે જઇ ગાળો આપી હતી. જે બાદ કરીશ્માબેન ગુલામહુશૈન પરમાર (ઉ.વ.૨૭)એ કૌશરબેન કુરેશી, શાહિદ કુરેશી, નવશાદ કુરેશી, નવશાદ કુરેશીના પત્ની કરીશ્માબેન નવશાદભાઇ કુરેશી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તથા સાહેદ પોતાના ઘર તરફ જતા હોય તે દરમ્યાન આરોપીએ આવી તેમની છેડતી કરી કપડા ફાડી નાખ્યા હતા. તેમજ પેટમાં મુંઢમાર માર્યો હતો અને આ બાબતે ફરિયાદ કરશે તો તેમના ઘરના તમામ સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.એસ. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.