અમરેલી શહેરમાં મોડી રાતે સ્વામિનારાયણ મંદિર પાસે એક સી.એન.જી. સ્વીફ્ટ કારમાં આગ લાગવાની ઘટના સામે આવતા તાત્કાલિક ઇમરજન્સી ફાયર ટીમને કંટ્રોલમાં જાણ કરતા સ્વીફટની આગળની સાઈડમાંથી ધુમાડા સાથે આગ પ્રસરી વધુ તેવા સમયે અમરેલી ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક પાણીનો સતત મારો ચલાવી આગ પર કંટ્રોલ મેળવ્યો હતો. જેના કારણે આગ વધુ વકરતા અટકી હતી. કારમાં આગની ઘટનાને લઈ આસપાસના લોકો વાહન ચાલકો થંભી ગયા હતા અને આગ જોવા માટે લોકો રીતસર દોડધામ કરી રહ્યા હતા.જોકે ઇમરજન્સી ફાયર વિભાગની ટીમ સમયસૂચકતા વાપરી પહોંચી જવાના કારણે આખી કારમા આગ લાગતા અટકી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગ સંપૂર્ણ કંટ્રોલમાં કરી લેવામાં હતી જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.