અમરેલીમાં મહિલાએ પડોશી મહિલા સાથે વિશ્વાસઘાત કર્યો હતો. નુતનબેન નિકુલભાઈ સાવલીયા (ઉ.વ.૩૧)એ કોમલબેન કિશનભાઈ પરમાર, વિમળાબેન પરશોતમભાઈ રાણપરીયા, અસ્મિતાબેન જયસુખભાઈ સાવલીયા સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ તેમની તથા આજુબાજુમાં રહેતી મહિલાઓના આધારકાર્ડની ઝેરોક્ષ તથા મોબાઇલ નંબર તથા ફોટો તથા વિધવા મહિલાના પતિના મરણનો દાખલો મેળવી રેશનીંગની કીટ જેમાં ઘઉં, ચોખા, તેલ મળશે તથા મકાન અને મકાન ન જોઈતું હોય તો દોઢ લાખ રૂપિયા મળશે તેવી લાલચ આપીને કોમલબેન કિશનભાઈ પરમાર વિ. કુલ-૦૩ રહે.અમરેલી વાળાઓએ આધારકાર્ડની નકલ તથા મોબાઇલ નંબર તથા ફોટો લઇ તેમની તથા સાહેદો સાથે ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો.







































