અમરેલી શહેરમાં ૪ વર્ષ પહેલા એક પરિણીત વ્યક્તિએ અયાજભાઈ શોભાણી, રીઝવાનાબેન શોભાણી અને નસીમબેન પરમાર નામની વ્યક્તિઓએ સમાજમાં બદનામ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરી મરવા મજબુર કરતા આપઘાત કરી લીધેલ અને તે અંગે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં આ ૩ ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી. ત્યારબાદ આ અંગેનો કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતા વિથ પ્રોસિક્યુશન એડવોકેટ પી.એમ. કુરેશીએ રજૂ કરેલ ધારદાર લેખિત દલીલ અને રેકર્ડ પર આપેલ પુરાવાઓને ગ્રાહય રાખી નામ. કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને ૩-૩ વર્ષની સજા ભોગવવાનો હુકમ કરેલ હતો.