અમરેલી શહેરમાં બે પુરુષોએ વિવિધ કારણથી આપઘાત કર્યો હતો. બહારપરામાં રહેતા અમિતભાઈ વજુભાઈ બેરાણી (ઉ.વ.૩૩)એ જાહેર કર્યા મુજબ, મનોજભાઈ વજુભાઈ બેરાણી (ઉ.વ.૩૦)ના ત્રણથી ચાર હજાર રૂપિયા રસ્તામાં કયાંક પડી ગયા હતા. ઉપરાંત તેમની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી લાગી આવતા ગળાફાંસો ખાઇ મરણ પામ્યા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.બી. મારૂ વધુ તપાસ કરી રહ્યા છે. બીજા બનાવમાં બહારપરામાં રહેતા હુસેનભાઈ ગુલાબભાઈ મકવાણા (ઉ.વ.૧૯)એ જાહેર કર્યા મુજબ, ગુલાબભાઈ કરીમભાઈ મકવાણા (ઉ.વ.૫૦)એ માનસિક બીમારીથી કંટાળી પોતાના રહેણાંક મકાને એસિડ પી લીધું હતું. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.બી. સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે. વડીયાના લુણીધાર ગામે રહેતા સંજયભાઈ ભાયાભાઈ ખુમાણ (ઉ.વ.૩૨)એ જાહેર કર્યા મુજબ, ભાયાભાઈ લખુભાઈ ખુમાણને ઈલેકટ્રિક શોક લાગતાં ઘા થઈ જતાં ઓસરીમાં સિમેન્ટના કોબા સાથે માથું ભટકાયું હતું. જેથી હેમરેજના કારણે તેમનું મોત થયું હતું. દેવળકી ગામે પરિણીતાની સાડીનો છેડો ગેસના ચુલા ઉપર રસોઈ બનાવતી વખતે અડી જતાં દાઝી જવાથી સારવાર અર્થે ખસેડવામાંઆવી હતી.