અમરેલી શહેરમાં એક યુવકે બેકારીથી કંટાળીને ગળાફાંસો ખાધો હતો. બનાવ અંગે લાલજીભાઈ નાનજીભાઈ જરવલીયા (ઉ.વ.૬૨)એ જાહેર કર્યા મુજબ, તેમનો પુત્ર સંજય નાનજીભાઈ જરવલીયા ઘણા સમયથી કોઈ કામ-ધંધો કરતો નહોતો. તેને કામ-ધંધો મળતો ન હોવાથી કંટાળી જઈ પોતાની મેળે ગળાફાંસો ખાઈ લેતા મરણ પામ્યો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.વી. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે. અમરેલીમાં રહેતા સાગરભાઈ ગોવિંદભાઈ મકવાણા (ઉ.વ.૨૭)એ જાહેર કર્યા મુજબ, વણઝારા તથા દેવીપૂજકો અવારનવાર ગાળો આપતા હોવાથી લાગી આવતાં ફિનાઈલ પી લીધું હતું. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.બી. સૈયદ વધુ તપાસ કરી રહ્યા છે.