અમરેલી શહેરમાં સિંહોની વધતી અવરજવરે સ્થાનિકોમાં ચિંતા જગાવી છે. મોડી રાત્રે એક સિંહે શહેરના બાયપાસ નજીક ખેતરમાં પશુનો શિકાર કર્યો હતો. સિંહ લાંબા સમય સુધી મારણ આરોગતો રહ્યો હતો. વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. શિકાર બાદ સિંહ નદી કાંઠા તરફ પરત ફર્યો હતો.