અમરેલી શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યાઓ વકરતી જાય છે જેના કારણે રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરના હાર્દ સમા વિસ્તાર સ્ટેશન રોડ પર આડેધડ ર્પાકિંગ અને રોડ રસ્તાના કામ શરૂ હોવાને કારણે વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે.ખાસ કરીને માણેકપરામાં આવેલ એચડીએફસી બેન્ક વાળા રસ્તા પર તો ગમે ત્યાં ર્પાકિંગ હોવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલી પડે છે. દિવસ દરમિયાન ટ્રાફિક વિભાગ દ્વારા આ રસ્તા પર ટ્રાફિક નિયમન અને યોગ્ય ર્પાકિંગ કરવામાં આવે તેવી રાહદારીઓમાંથી માંગ ઉઠી છે.

 

અમરેલીમાં ટ્રાફિકને અડચણરૂપ વાહન ઉભા રાખનારા સામે કાર્યવાહી
અમરેલીમાં વાહનોની સંખ્યા વધવાની સાથે ટ્રાફિકની સમસ્યા પણ વિકરાળ બની રહી છે. ટ્રાફિકની સમસ્યા હલ કરવા પોલીસ સતત કામગીરી કરી રહી છે તેમ છતાં અનેક લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા. અમરેલી, નાના બસ સ્ટેન્ડ નકંળગ ટી સ્ટોલ સામેથી ટ્રાફિકને અડચણરૂપ વાહન ઉભું રાખનારો ઇકો ચાલક ઝડપાયો હતો.