અમરેલી શહેરમાં ચક્કરગઢ રોડ, પટેલ સંકુલ ચોકડી સામે, શુભલક્ષ્મીનગર સોસાયટીમાંથી ચાર્જિંગમાં મુકેલો ફોન ચોરાયો હતો. અશોકકુમાર દેવરાજભાઈ ભાલાળાએ જાહેર કર્યા મુજબ, તેમણે વન પ્લસ નોર્ડ સી.ઈ.૨ બ્લેક કલરનો ફોન ઘરે લાવી ચાર્જિંગમાં મૂક્યો હતો. ૧૮,૯૯૯ રૂપિયાની કિંમતના ફોનની અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો.
અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જી.બી.લાપા વધુ તપાસ કરી રહ્યા છે.