વિદ્યાર્થીઓ વેકેશનના સમયનો સદુપયોગ કરી પોતાની માનસિક અને તાર્કિક શક્તિઓ વિકસાવે તે માટે આ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ગણિત વિષયમાં વિદ્યાર્થીઓ વધુ રસ લેતા થાય અને ગણિતના પાયાના ખ્યાલો દ્રઢ થાય તે માટે વિવિધ
પ્રવૃત્તિઓ જેવી કે પેપર કટિંગ, ઓરીગામી મોડેલ, ટેનાગ્રામની આકૃતિઓ, ગણિત ગમ્મત સાથે જાદુઈ ગણિત, જાદુઈ ચોરસ અને વૈદિક ગણિત શીખવવામાં આવશે. અમારો પ્રયત્ન રહેશે કે વિદ્યાર્થીને ગણિત શીખવામાં જે મુશ્કેલી પડે છે તે દૂર કરી આપમેળે ગણિત શીખતો થાય તેવો હેતુ છે. આ સમર કેમ્પમાં ધોરણ છ થી નવમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી ભાઈ-બહેનો જોડાઈ શકે છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ પોતાનું રજીસ્ટ્રેશન નીચે આપેલા વ્હોટ્સએપ નંબર પર તારીખ ૮/૫/૨૦૨૫ સુધીમાં કરાવી લેવું. સમર કેમ્પનું સ્થળ કમાણી ફોરવર્ડ હાઇસ્કૂલ, અમરેલી સમયઃ સવારના ૮ઃ૦૦ થી ૧૧ઃ૩૦ કલાક અને રજીસ્ટ્રેશન માટે આર.કે. માલનિયા: ૯૭૨૭૭ ૯૬૮૩૪, સૂર્યકાંત પાઠક:૯૪૨૭૫ ૦૫૧૦૭, પંકજભાઈ રાજયગુરૂઃ ૯૯૧૩૪ ૬૭૭૯૮નો સંપર્ક કરવો.