અમરેલી શહેરમાં ગાયત્રી મોક્ષ ધામ થી લઈને ગજેરાપરા વિસ્તારમાં ગંદકીના કારણે સ્થાનિકોને રહેવું મુશ્કેલ બન્યું છે આ વિસ્તારમાં મરેલા પશુઓનો નિકાલ કરવામાં આવતો હોવાથી તેના કારણે પણ ગંદકી ફેલાઈ રહી છે. આ ઉપરાંત પશુઓના માસને કારણે કૂતરાઓનો ત્રાસ પણ વધ્યો છે, જેના કારણે આ વિસ્તારમાંથી રાહદારીઓને પસાર થવું લગભગ અશક્ય બની ગયું છે. આ વિસ્તારમાં ઘણી વખત રખડતા કૂતરાઓએ રાહદારીઓને બટકા ભર્યાના કિસ્સા પણ નોંધાયા છે. આ વિસ્તારમાં ગાયત્રી મોક્ષધામ સ્મશાન આવેલું હોય અંતિમક્રિયા માટે આવતા લોકોને પણ આ ગંદકીને કારણે પારાવાર મુશ્કેલી પડે છે. ઉપરાંત આ મરેલા પશુઓના કારણે ગજેરાપરા સુધી દુર્ગંધ ફેલાઈ રહી છે જેના કારણે આ વિસ્તારમાં લોકોને રહેવું મુશ્કેલ બન્યું છે. આ અંગે તંત્રને અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી યોગ્ય નિકાલ કરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છ.ે અને જો આગામી સમયમાં પણ આ જ રીતે પશુઓનો નિકાલ આ વિસ્તારમાં કરવામાં આવશે તો સ્થાનિકો દ્વારા નગરપાલિકાના ઘેરાવ કરવાની પણ ચીમકી ઉતારવામાં આવી છે.

સ્થાનિકો દ્વારા નગરપાલિકાને ઘેરાવ કરવામાં આવશે: શરદ ધાનાણી
ગજેરાપરા સહિતના સાવરકુંડલા રોડ પરના વિસ્તારમાં રહેતા લોકોને આ ગંદકીના કારણે પારવાર યાતનાઓ સહન કરવી પડી રહી છે ઉપરાંત આ વિસ્તારમાં મરેલા પશુઓના નિકાલ કરવાનું પણ કામ કરવામાં આવી રહ્યું હોય જેના કારણે અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છ.ે જેથી સ્થાનિકોને ઘરે રહેવામાં પણ તકલીફ પડે છે આ અંગે નગરપાલિકાના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જો આગામી સમયમાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો નગરપાલિકા કચેરીને સ્થાનિકો દ્વારા ઘેરાઓ કરવામાં આવશે.ઉપરાંત ઉગ્ર આંદોલન પણ કરવાની ચીમકી પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ શરદભાઈ ધાનાણીએ ઉચ્ચારી છે.