અમરેલીમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આજે શનિવારે બીએપીએસ બાલિકા પ્રવૃત્તિ આયોજીત માતૃ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રમુખ સ્વામી મહારાજે પણ કહ્યું હતું કે સંતાન ઘડતરમાં જેવુ માતા કરી શકે તેવુ કોઇ ન કરી શકે. આહાર, વિહાર અને વિચાર સંયમમાં હોય તો જ શ્રેષ્ઠ સંતાન જન્મે. એક માતા તરીકે આપણે સંતાનોના ઘડતર માટે સંતાનની દરેક જરૂરીયાતો પુરી કરીએ, મનગમતી વસ્તુ કે વાનગી લાવી આપીએ, તેઓની ઇચ્છાઓ પુરી કરીએ. પરંતુ આપણી આ મમતા કયાંક મહાવિનાશ તો નથી નોતરી રહી ને ?. શું આપણા માતૃત્વમાં કયાંક ખામી તો નથી રહી જતી ને ?. આ તમામ પ્રશ્નોના જવાબ માટે આપણા માતૃત્વને વધુ ઉંચાઇ આપવા અને માતૃત્વને સાર્થક બનાવવા માટે બાલિકા પ્રવૃત્તિ મધ્યસ્થ કાર્યાલય દ્વારા માતૃ સંમેલનનું આયોજન કરાયુ છે. જેનો વિષય છે મમતા કે મહાવિનાશ ?. આ માતૃ સંમેલન તારીખ ૨૩ને શનિવારે સાંજે ૪ થી ૬ બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે.