અમરેલીમાં આજે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભારતની સ્વતંત્રતાના ૭પમાં વર્ષ અન્વયે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત સવારે ૯ઃ૩૦ કલાકે દિલીપ સંઘાણી સાંસ્કૃતિક હોલ ખાતે આત્મનિર્ભર ગ્રામયાત્રાનું આયોજન કરાયું છે. આ તકે મુખ્ય મહેમાન પદે ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ડો.ધનસુખભાઈ ભંડેરી ઉપસ્થિત રહેશે. તેમજ ધારાસભ્યો, સાંસદ નારણભાઈ કાછડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલીયાની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.