અમરેલીમાં જિલ્લા પંચાયત રોડ ભૂગર્ભ ગટરની કામગીરી માટે તોડી પાડવામાં આવ્યો છે. અમરેલી શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ પર ખોદકામ કરી દેવામાં આવ્યું છે. પરંતુ રસ્તાઓ રીપેરીંગ કરવામાં આવતા નથી. ત્યારે શહેરના મુખ્ય જિલ્લા પંચાયત રોડ પર ભૂગર્ભ ગટરની કામગીરી માટે ખોદકામ કરવામાં આવ્યું છે. અહીંના રોડના નવીનીકરણ સમયે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં રસ્તાની મજબુતીનુ ચેકીંગ કરવામાં આવ્યુ હતુ. પરંતુ જિલ્લા પંચાયત રોડ પર વારંવાર ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે. આ ઉપરાંત શહેરના કેટલાક વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા છે. ત્યારે મુખ્ય રસ્તા પર જ વચ્ચે જ ખોદકામ કરી દેવામાં આવ્યું છે. અને કામગીરી બંધ છે. જેના કારણે લોકો પરેશાન છે.