અમરેલી જિલ્લામાંથી વિવિધ સ્થળેથી સાત લોકો નશામાં ચૂર થઈને ફરતાં પકડાયા હતા. અમરેલી શહેરમાંથી ૪, લીલીયા નાવલી બજાર, દેરડી (જાનબાઈ), ઉંટીયા ગામેથી એક-એક મળી કુલ ૭ ઈસમો કેફી પીણું પીધેલી હાલતમાં ફરતા મળી આવ્યા હતા. અમરેલી કુંકાવાવ જકાતનાકા સુળીયા ટીંબાએથી એક યુવક નશામાં બાઇક ચલાવતા ઝડપાયો હતો. ખાંભાના નીંગાળા-૨ ગામેથી એક પુરુષના રહેણાંક મકાનેથી ૮ લીટર પીવાનો દેશી દારૂ રેઇડ દરમિયાન મળ્યો હતો.