અમરેલી શહેરમાંથી હદપારીનો ભંગ કરીને આવેલો ઇસમ ઝડપાયો હતો. નદીમભાઈ ગફારભાઈ બેલીમ (ઉ.વ.૩૬) તા.૧૯/૧૦/૨૦૨૪ થી તા.૧૮/૦૪/૨૦૨૫ સુધી અમરેલી જિલ્લામાંથી હદપાર હોવા છતાં કોઇપણ જાતની લેખિત મંજૂરી સિવાય અમરેલી જિલ્લામાં પ્રવેશ કરી હદપારીનો ભંગ કરી જાહેરમાં મળી આવ્યો હતો.