અમરેલી શહેરમાં રાજકમલ ચોક ઈન્દિરા શાક માર્કેટ વાળી શેરીમાં એક યુવકે તેની સીએનજી ઓટો રીક્ષા પાર્ક કરી હતી. જેની અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે અકરમભાઈ બાબુભાઈ સુમરા (ઉ.વ.૩૦)એ અજાણ્યા ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમની જીજે-૦૬-ઝેડઝેડ-૧૬૬૫ નંબરની ઓટો રીક્ષા અમરેલી, રાજકમલ ચોક, ઈન્દિરા શાક માર્કેટવાળી શેરીમાં પાર્ક કરી હતી. જેની અજાણ્યો ઇસમ ઉઠાંતરી કરી ફરાર થઈ ગયો હતો. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એન.વી.લંગાળીયા વધુ તપાસ કરી રહ્યા છે.