અમરેલી શહેરમાંથી પોલીસે કતલખાને ધકેલાતી ૮ ભેંસોને બચાવી હતી. શહેરના જેશીંગપરા પાસેથી વહીજભાઈ યુસુફભાઈ કાલવા (ઉ.વ.૨૧) પોતાનો ટ્રક લઈને પસાર થતાં હતા ત્યારે અટકાવી તલાશી લેતા તેમાં ૮ ભેંસોને કોઈપણ પ્રકારના ઘાસચારા અને પાણીની સગવડતા વગર ખીચોખીચ રીતે બાંધીને લઈ જતા ઝડપાયા હતા. પોલીસે કુલ રૂ. ૭,૩૦,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઈ જે.કે. ડામોર વધુ તપાસ કરી રહ્યા છે.