અમરેલીની એક યુવતીના લગ્ન અમદાવાદના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પતિ તથા સાસુ-સસરા મેણાટોણા મારી ઝઘડો કરતા હતા. બનાવ અંગે અમરેલીમાં રહેતી હેમલબેન સંજયભાઈ જોષીએ અમદાવાદના ખોડિયારનગરના સત્તાધારનગર વિભાગ – ૩માં રહેતા પતિ સંજયભાઇ મુકેશભાઇ જોષી, સાસુ પ્રજ્ઞાબેન મુકેશભાઇ જોષી તથા સસરા મુકેશભાઇ શિવશંકરભાઇ જોષી સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેના લગ્નના તા.૨૮/૦૫/૨૦૨૧ થી તા.૨૬/૦૨/૨૦૨૫ દરમ્યાન આરોપીઓએ ઘરકામ બાબતે તેમજ માનસિક બીમારી બાબતે અવારનવાર મેણાટોણા મારી શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. તેમજ તેના પતિએ અવારનવાર ઝઘડો કરી ગાળો આપી મુંઢમાર માર્યો હતો. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના એએસઆઈ ભારતીબેન કેશુભાઈ સોળીયા વધુ તપાસ કરી રહ્યા છે.