મોડી સાંજે અમરેલી શહેરના લાઠી રોડ પર આવેલી યુનિટી સ્કૂલ પાસે ડમ્પર ચાલકે ડંપર ખાલી કરતી વખતે વીજળીના તાર સાથે અથડાવતા જીવતા વાયર જમીન પર પડ્‌યા હતા.જેના કારણે અફડા-તફડીનો માહોલ સર્જાયો હતો અને થોડીવાર માટે આ રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.