અમરેલી શહેરમાં આગામી તા. ૪-જૂન ને શનિવારના રોજ ખેડૂત તાલીમ કેન્દ્ર લીલીયા રોડ ખાતે આઠમા તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે. જેમાં શહેરના તમામ ૧૧ વોર્ડના નગરજનો લાભ લઇ શકે છે. જિલ્લા વહિવટી તંત્ર અને નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે લોકોની અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરાયું છે. સવારે ૯ થી બપોરે ર કલાક સુધી લોકો અરજી કરી શકશે. લોકોએ કરેલ અરજીઓનો સાંજે પઃ૦૦ વાગ્યા સુધીમાં નિકાલ કરવામાં આવશે.
આ સેવાસેતુ કાર્યક્રમમાં આધારકાર્ડ, રેશનકાર્ડ, જાતિ પ્રમાણપત્ર, કુંવરબાઇનું મામેરૂ, દિવ્યાંગ પ્રમાણપત્ર, નવા વીજ જાડાણ, લ‹નગ લાયસન્સ, ૭/૧ર, ૮-અના દાખલા, જાતિનું પ્રમાણપત્ર, આવકનો દાખલો, નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર, જન્મ-મરણ દાખલા, વિધવા સહાય સહિતની યોજનાઓની અરજીઓ લેવામાં આવશે. સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા પાલિકા પ્રમુખ મનીષાબેન રામાણીએ અનુરોધ કર્યો છે.